સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુજી સેમેસ્ટર-6 અને પીજીના સેમેસ્ટર-4 સહિતના જુદા જુદા 43 કોર્સની આગામી 5 એપ્રિલથી પરીક્ષા લેવાનાર છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 49,157 વિદ્યાર્થી પરીક્ષા આપશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજોમાં કેન્દ્ર ફાળવી દેવાયા છે અને પરીક્ષા માટે ઓબ્ઝર્વર પણ મોકલવામાં આવનાર છે.
પરંતુ યુનિવર્સિટીની પરીક્ષામાં સૌથી મોટી મુશ્કેલી પેપર ઓનલાઈન અને પરીક્ષાના એક કલાક પહેલાં પહોંચાડવાના છે. હજુ પણ યુનિવર્સિટીની મોટાભાગની પરીક્ષામાં પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવશે કારણ કે ઓનલાઈન પેપર મોકલવાની સચોટ અને નક્કર સિસ્ટમ હજુ સુધી અમલી થઇ નથી.