Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મ્યાનમારમાં લશ્કરી બળવા બાદ સૈન્ય શાસનને ત્રણ વર્ષથી વધુ સમયગાળો થયા બાદ કેટલાક સવાલ થઇ રહ્યા છે. સમય વીતવાની સાથે જ લોકશાહીનું સમર્થન કરનાર લોકોને હેરાન કરવાનો સિલસિલો વધુ તીવ્ર બની રહ્યો છે. અલબત્ત સેનાની ક્રૂર કાર્યવાહીની સાથે જ તેને લઇને વિરોધ પણ વધી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં બળવાખોરો સતત સેનાને પડકાર ફેંકી રહ્યા છે. આવી સ્થિતિમાં સેનાને કાર્યવાહી તીવ્ર કરવા માટે વધુ સૈનિકોની જરૂર છે. જેથી તે યુવાનોને સેનામાં સામેલ કરવા માટે ઇચ્છુક છે.


જોકે યુવાનો સેનામાં સામેલ થવા માટે તૈયાર નથી. વિરોધ રોકવા માટે સેનાએ ફેબ્રુઆરીમાં આદેશ જારી કર્યો હતો. તે મુજબ ભરતી માટે ઇન્કાર કરનાર લોકોની ધરપકડ કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવશે. વિરોધ કરનાર યુવાનોને પાંચ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવશે. માનવાધિકાર જૂથો અને પહેલાં બાનમાં રહી ચૂકેલા લોકોનું કહેવું છે કે આ વર્ષના પ્રથમ બે મહિનામાં 20 કેદીઓના અત્યાચારના કારણે મોત થયાં છે.

લોકશાહી સમર્થક વિદ્યાર્થી કાર્યકર મયાર રેહે કહ્યું છે કે નવેમ્બર બાદથી જેલમાં સ્થિતિ વધારે ખરાબ થઇ છે. અત્યાચાર કરવાની બાબત તો સામાન્ય બની ગઇ છે. તેમની સાથે પણ મારામારી કરવામાં આવી હતી. તેમના ચહેરા પર અનેક પ્રહારો કરવામાં આવ્યા હોવાની વાત પણ મયારે કરી હતી. માથામાં ગોળી મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. સારવાર પણ અપાઇ ન હતી. ભયભીત કરવા માટે માથાની નજીક ગોળીઓ છોડવામાં આવી હતી.