Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈઝરાયલ-હમાસ યુદ્ધનો વિસ્તાર વધી રહ્યો છે. લેબેનોન તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલી સેના જવાબી કાર્યવાહી કરી રહી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ઈઝરાયલના કોમ્યુનિકેશન ટાવર પર લેબેનોનથી હુમલો કરવામાં આવ્યો છે. તે જ સમયે, ઇઝરાયલે આજે જવાબી કાર્યવાહી કરી અને હિઝબુલ્લાના 3 સ્થાનોને નષ્ટ કરી દીધા.


આ પછી ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થવાનો ભય વધી ગયો છે. કારણ કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ પણ આ રીતે શરૂ થયું હતું. ડ્રોનનો ઉપયોગ કરીને હમાસના લડવૈયાઓએ ગાઝા સરહદ પર ઇઝરાયલી સેનાના સર્વેલન્સ કેમેરા અને કોમ્યુનિકેશન ટાવરનો નાશ કર્યો. જેના કારણે ઈઝરાયલની સેના નબળી પડી ગઈ હતી અને લડવૈયાઓ ઈઝરાયલની સરહદમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા.

ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધના ખતરાને જોતા ઈઝરાયલે લેબેનોન બોર્ડર પરથી 13 ગામોને ખાલી કરાવ્યા છે. તે જ સમયે, લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાએ કહ્યું કે 7 ઓક્ટોબરથી તેમના 14 સભ્યો માર્યા ગયા છે.

આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ હિઝબુલ્લાહને ચેતવણી આપી છે. તેમણે કહ્યું- હુમલા ચાલુ રાખીને અથવા યુદ્ધ શરૂ કરીને ઇઝરાયલ એવી જવાબી કાર્યવાહી કરશે જે લેબેનોનમાં વિનાશ લાવી શકે છે.