Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

1970થી લઈ અત્યાર સુધી વિશ્વભરમાં બે તૃતીયાંશ વન્યજીવ વસતિ નષ્ટ થઈ ચૂકી છે. એટલે કે 69 ટકા વન્ય જીવ (પ્રાણીઓ અને છોડ) ધરતી અને સમુદ્રમાંથી વિલુપ્ત થઈ ગયાં છે. આ ડરામણો અહેવાલ વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડ (WWF) એ પ્રકાશિત કર્યો છે. તેની પાછળ મુખ્યત્વે જળવાયુ પરિવર્તન, જંગલનો વિનાશ અને પ્રદૂષણ જવાબદાર છે.


રસપ્રદ વાત એ છે કે માનવી દર મિનિટે 27 ફૂટબોલ મેદાન જેટલાં જંગલોનો વિનાશ કરી રહ્યો છે. માનવીઓ જંગલોનો વિનાશ કરી કોન્ક્રિટનાં જંગલ બનાવી રહ્યા છે. જ્યારે તેના આ વિકાસના કારણે વન્યજીવ જિંદગી અને મોત વચ્ચેની જંગ લડી રહ્યા છે. ઘણાં પ્રાણીઓ તો ઝેરી હવા, પ્રદૂષિત નદીના કારણે મૃત્યુ પામ્યાં છે. પ્રાણીઓ અને છોડની લાખો પ્રજાતિઓ વિલુપ્ત થવાના આરે છે. માનવી પોતાના સ્વાર્થ માટે વન્યજીવનો સર્વનાશ કરી રહ્યો છે.

WWF એ ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડન (ZSL)ના ડેટાનો ઉપયોગ કરી આ અહેવાલ તૈયાર કર્યો છે. ZSLના ડાયરેક્ટર એન્ડ્રયુ ટેરીએ કહ્યું કે 69 ટકા વસતિનો નાશ થવો એ ખૂબ જ ખતરનાક છે. આપણે આપણી દુનિયાને ખતમ કરી રહ્યા છે.

ZSLના ડેટા મુજબ 5000થી વધુ પ્રજાતિઓના 32 જંગલી જીવોની વસતિમાં 69 ટકાનો ઘટાડો થયો છે. તેની પાછળ સૌથી મોટું કારણ ક્લાઈમેટ ચેન્જ, પ્રાકૃતિક સ્થળો પર માનવીની ઘૂસણખોરી, પ્રદૂષણ અને જંગલોનો નાશ છે.