ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ કાર્યવાહીના વિરોધમાં લંડનમાં ભારતીય હાઈ કમીશનમાં તોડફોડ કરી. રવિવારે સાંજે હજારોની સંખ્યામાં ખાલિસ્તાન સમર્થક હાઈ કમીશન બહાર એકઠા થયા હતાં. બિલ્ડિંગમાં ઘૂસ્યા અને તિરંગો નીચે ઉતારી લીધો.
ખાલિસ્તાન સમર્થકોના હાથમાં ખાલિસ્તાની તિરંગો અને અમૃતપાલ સિંહના પોસ્ટર હતાં. પોસ્ટર્સ ઉપર લખ્યું, ‘ફ્રી અમૃતપાલ સિંહ’ (અમૃતપાલને આઝાદ કરો), ‘વી વોન્ટ જસ્ટિસ’(અમને ન્યાય જોઈએ) અને ‘વી સ્ટેન્ડ વિથ અમૃતપાલ સિંહ’(અમે અમૃતપાલ સાથે છીએ). એક વ્યક્તિને ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ કહેતા પણ સાંભળવામાં આવી. બીજી બાજુ, ભારતે આનો સખત વિરોધ કર્યો અને દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશનરને સસપેન્ડ કર્યાં.
પોલીસ અમૃતપાલના 114 લોકોની ધરપકડ કરી ચૂકી છે
જોકે, અજનાલા પોલીસ સ્ટેશન ઉપર હુમલાના આરોપી અમૃતપાલને પકડવા માટે પંજાબ પોલીસે છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં અભિયાન હાથ ધર્યું છે. પોલીસે રવિવારે અમૃતપાલના 34 અન્ય સાથીઓની ધરપકડ કરી. અત્યાર સુધી પોલીસ 144 લોકોની ધરપકડ કરી ચૂકી છે. તે આખા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાં જ, અમૃતપાલના સમર્થકોએ દાવો કર્યો છે કે તેને મોડી રાતે પોલીસે કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસ આ વાત નકારી રહી છે.