Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આપણામાંથી મોટા ભાગના લોકો નિષ્ફળતાથી બચવાનો પ્રયાસ કરે છે અને જ્યારે વાત બગડી જાય છે ત્યારે શરમ અનુભવે છે. પરંતુ મહિલાઓની પ્રખ્યાત શેપવેર બ્રોન્ડ કંપની સ્પેન્ક્સના સ્થાપક સારા બ્લેકલી, સાથે આવું નથી. તે જ્યારે કોઈ કેમ્પેન, કોન્ટ્રાક્ટ કે પછી બ્રાન્ડ પ્રમોશનમાં નિષ્ફળ જાય છે, તો પણ એ જ રીતે ઉત્સાહિત રહે છે અને આત્મવિશ્વાસ ગુમાવતાં નથી. સારાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેના પિતાએ નિષ્ફળ જવા પર પણ પ્રોત્સાહન આપ્યું. તેઓ કહેતાં કે આનાથી ડરવાની જરૂર નથી.


હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં લીડરશિપના પ્રોફેસર એમી એડમન્ડસન મુજબ નિષ્ફળતા પછી શરમાવાને બદલે આગળ વધવા કે દિશા બદલવા માટે તમે શું કરી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. ભૂલ થવાના કિસ્સામાં પણ ઓફિસમાં સજા કે અપમાનના જોખમ વિના બોલી શકો છો. તેના પ્રમાણે આપણે જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણું મગજ વિનાશકારી થઈ જાય છે, જ્યારે વાસ્તવિક ભયની શારીરિક અને ભાવનાત્મક પ્રતિક્રિયા સમાપ્ત થઈ જાય છે. પરંતુ નિષ્ફળતાઓને જરૂરી અને અર્થપૂર્ણ જીવનના અનુભવો તરીકે ફરી વ્યાખ્યાયિત કરી શકાય છે.

કઈ રીતે નુકસાન થયું, તેના બદલે તથ્યો તપાસવા પોતાની જાતને પૂછો કે મેં શું કરવાનું નક્કી કર્યું હતું અને ખરેખર શું થયું. સુધારાનો અવકાશ ક્યાં છે? વિનમ્રતા અને પ્રામાણિકતા નિષ્ફળતાની માનસિકતાના બે આવશ્યક તત્ત્વો છે. આપણે ઘણીવાર ભૂલ કર્યાં પછી અન્યોથી બચવા પ્રયાસ કરીએ છીએ, પરંતુ આ રીત યોગ્ય નથી.