રાજકોટના કુવાડવા ગામે રહેતા અને મજૂરીકામ કરતા વૃદ્ધ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો હતો. બનાવને પગલે કુવાડવા પોલીસે તપાસ કરતા બે માસ પહેલા તેના પુત્રે તેના ગામમાં કૂવામાં ઝંપલાવી જીવન ટુંકાવી લીધું હોય તેના વિયોગમાં આ પગલું ભર્યાનુ બહાર આવતા પોલીસે વિશેષ કાર્યવાહી કરી હતી. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ વાઘજીભાઇ સવશીભાઇ બાહુકિયા (ઉ.વ.60) એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા જમાદાર મહાવીરસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક વૃદ્ધના એકના એક પુત્રે બે માસ પહેલા આપઘાત કરી લીધો હતો વૃદ્ધ ગુમસુમ રહેતા હોય અને આ પગલું ભરી લીધાનુ પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.