અમીન માર્ગ ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક એક શખ્સ મોબાઇલના માધ્યમથી ક્રિકેટ સટ્ટો રમતો હોવાની આર્થિક ગુના નિવારણ શાખાના હેડ કોન્સ.મયૂરભાઇ પાલરિયાને માહિતી મળતા સકંજામાં લઇ પૂછપરછ કરતા તે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મોન્ટાબેલા એપાર્ટમેન્ટમાં રહેતો વેપારી નૈમિષ હિંડોચા હોવાનું જણાવ્યું હતું. જ્યારે મોબાઇલ ચેક કરતા તેને કોલકાતા-બેંગ્લુરુ વચ્ચેના મેચ પર રનફેરનો રૂ.2 હજારનો સોદો કરી સટ્ટો રમતો હોવાનું જાણવા મળ્યું હતું. તે રૂપેશ કારિયા નામના શખ્સે આઇડી આપ્યાની કબૂલાત આપી છે.