Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જસદણ શહેરભરમાં રસ્તે રઝળતા આખલાઓના અસહ્ય ત્રાસથી નગરજનોને મુક્ત કરવા માટે પાલિકા દ્વારા જૂની પાલિકાના ગ્રાઉન્ડમાં શહેરભરમાં રસ્તે રઝળતા આખલાઓને પાલિકા દ્વારા એક ટીમ બનાવીને રાત્રીના સમયે પકડી તેને નંદીઘરમાં રાખવામાં આવી રહ્યા છે.

નંદીઘરમાં આખલાઓ માટે પીવાના પાણીની અને ઘાસચારા તેમજ મેડીકલ ચકાસણી સહિતની જીવદયાની કામગીરી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જસદણની જૂની નગરપાલિકાના ગ્રાઉન્ડમાં નાનામોટા 170 જેટલા પશુઓનો નિભાવ પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અહીં હાલ કામચલાઉ પોલ ઉભા કરી અને છાંયડાની વ્યવસ્થા તેમજ પશુઓ માટે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા જસદણ પાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, અધિક મદદનીશ ઈજનેર એસ.બી.રાવલ, ક્લાર્ક મજીદભાઈ ગાંધી અને હેડ ક્લાર્ક એસ.એમ.ડાભી સહિતના કર્મીઓ દ્વારા ઉભી કરવામાં આવેલ છે. અબોલ જીવને તડકા અને ગરમીથી રક્ષણ આપવા લીલાં કપડાંથી ખાસ રક્ષણ ઉભા કરવામાં આવી રહ્યા છે.