ભારતીય શેરબજારમાં તેજી ચાલુ રહી શકે છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝે આગામી 12 મહિના માટે સેન્સેક્સનો લક્ષ્યાંક 82,000 રાખ્યો છે. શુક્રવારે આ બેન્ચમાર્ક ઇન્ડેક્સ 76,993 પર બંધ થયો હતો.જ્યારે સપ્તાહના પ્રારંભે બકરી ઇદના કારણે બજારો બંધ રહ્યાં છે. આ હિસાબે આગામી એક વર્ષમાં સેન્સેક્સ 6.50% રિટર્ન આપી શકે છે. પરંતુ આગામી 5 વર્ષ માટે 12-15% વાર્ષિક રિટર્નની શક્યતા છે.રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનનું બહુમતી જાળવી રાખવાનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે તેની નીતિઓ અનુમાનિત છે. આ જ બાબત આગામી પાંચ વર્ષમાં દેશના આર્થિક વિકાસ દર અને શેરબજારના રિટર્નને અસર કરશે. અમારું માનવું છે કે સરકાર નીતિ વિષયક બાબતોમાં આર્થિક સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.
મૂડીઝ અનુસાર આગામી 10 વર્ષમાં ભારત વૈશ્વિક ઇકોનોમી ગ્રોથમાં 20% યોગદાન આપશે. વિવિધ પ્રકારની સર્વિસિસ અને ગુડ્સની નિકાસ વધારવાથી આમાં મદદ મળશે. આ સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઝડપથી વિકાસ થશે. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રે મોટો બદલાવ આવશે અને દેશમાં અદ્યતન ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે.