બુધવારે (5 માર્ચ) સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 740 પોઈન્ટ વધીને 73,730ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં 254 પોઈન્ટની તેજી રહી, તે 22,337ના સ્તરે બંધ થયો હતો. મેટલ અને જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં સૌથી વધુ તેજી રહી હતી.
નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.04%ના વધારા સાથે બંધ થયો. સરકારી બેંક ઇન્ડેક્સમાં 3%, મીડિયામાં 3.14%, ઑટોમાં 2.60% અને ITમાં 2.13%નો વધારો થયો હતો. રિયલ્ટી ઈન્ડેક્સ 2.32% વધીને બંધ થયો હતો. હેલ્થકેર અને ફાર્મા ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યા હતા.