Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગર્ભાવસ્થા દરમિયાન થાક, નબળાઈ અને આળસ સામાન્ય સમસ્યા છે. તેનું એક કારણ બાયોલોજિકલ ઉંમરનું વધવું છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં થયેલા સંશોધન મુજબ, ગર્ભાવસ્થાના 9 મહિના દરમિયાન મહિલાઓ તેની વાસ્તવિક ઉંમરથી વધુ ઉંમરલાયક થવા લાગે છે. આ સંશોધન કરનારા વિજ્ઞાની કોલંબિયા એજિંગ સેન્ટરના કૈલન પી રેયાન કહે છે કે મહિલાઓની બાયોલોજિકલ ઉંમર ગર્ભધારણ દરમિયાન 7 મહિનાથી લઈને 1 વર્ષ સુધી વધે છે. કેટલીક મહિલાઓમાં આ ઘણાં વર્ષ સુધી વધી શકે છે.

જોકે શોધ જર્નલ પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં છપાયેલા આ સંશોધન રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું કે ગર્ભાવસ્થા પછી જ્યારે મહિલાઓ બાળકને સ્તનપાન કરાવવાનું શરૂ કરે છે તો આ પ્રક્રિયા ઝડપથી પલટાઈ જાય છે. મહિલાઓની બાયોલોજિકલ ઉંમર ઘટવા લાગે છે. મોટા ભાગના કેસમાં તે તેની વાસ્તવિક ઉંમરથી વધુ યુવા થઈ જાય છે. આવું કોશિકાઓમાં ઝડપથી પરિવર્તન થવાના કારણે થાય છે.

યેલ સ્કૂલ ઓફ મેડિસિનના પ્રોફેસર કિયાર્ન જે ઓ ડોનેલ કહે છે કે ડિલિવરીના 3 મહિના પછી બાયોલોજિકલ ઉંમર ઘટવાનું શરૂ થઈ જાય છે. આ દરમિયાન મહિલા તેની વાસ્તવિક ઉંમરથી 2 વર્ષ સુધી યુવા થઈ શકે છે. સંશોધન પત્રિકા સેલ મેટાબોલિઝમમાં છપાયેલા એક બીજા રિપોર્ટમાં એ પણ જાણવા મળ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન થનારા તણાવને કારણે પણ કોશિકાઓ વૃદ્ધ થવા લાગે છે.