વન પોલના સરવેમાં જાણવા મળ્યુ છે કે 46 ટકા લોકો અથવા તો અડધા લોકો ઇચ્છે છે કે તેમને ફ્રિકવન્ટ ટ્રાવેલર ગણવામાં આવે. આ લોકોની ઇચ્છા છે કે ફરવા જાય કે ન જાય તેમને ફ્રિકવન્ટ ટ્રાવેલર તરીકે ગણવામાં આવે. આવી ઇચ્છા સતત વધી રહી છે. એવુ નથી કે માત્ર ટ્રાવેલર તરીકે ઓળખ ઉભી કરવા આ લોકો ઇચ્છુક નથી. તેમની ઇચ્છા ફરવા માટેની પણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ફરવા માટે જવા માટેનો ક્રેઝ વધ્યો છે.
પ્રવાસમાં ગયેલા લોકોની સંખ્યા પણ વધી રહી છે. અમેરિકન લોકોનો વર્ષ 2023માં ફરવા જવા માટેનો સમય 11 દિવસનો હતો. જે વર્ષ 2024માં વધીને 15 દિવસ સુધી થઇ ગયો છે. હજુ પણ મોટા ભાગના લોકોની ઇચ્છા ફરવાનો સમય 18 દિવસ કરવાની રહેલી છે. એટલે આ લોકો દર વર્ષે ઓછામાં ઓછા 18 દિવસ દિવસ ફરવા જવા માટે ઇચ્છુક છે. વન પોલના સરવેમાં એક ખાસ બાબત પણ જાણવા મળી છે.
આમાં જાણવા મળ્યુ છે કે ઘર છોડીને પ્રવાસ માટે નિકળનાર 80 ટકા પ્રવાસીઓ પ્રવાસી સ્થળ પર વધારે ફરવાના બદલે હોટેલ અને રિસોર્ટમાં આરામ કરવા માટે ઇચ્છુક છે.આ લોકો કોઇ સ્વિમિંગ પુલ, બીચ અથવા તો પહાડ પર ત્યાંની ખુબસુરત જગ્યાએ આરામ કરવા ઇચ્છુક છે. ત્યાંની ગતિવિધિઓ, ટ્રેકિંગ, પ્રાચીન ઇમારતોને જોવા જવા માટેની તેમની ઇચ્છા વધારે હોતી નથી. ટ્રાવેલ કંપની ક્લબ વિંઢમના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ એનિ રોબટર્સ કહે છે કે પ્રવાસી એક ટ્રિપ ખતમ થયા બાદ એક સપ્તાહની અંદર જ બીજી ટ્રિપ માટેની યોજના બનાવી રહ્યા છે.