Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે કરશે. ભારતને સુપર-12માં પાકિસ્તાન ઉપરાંત ચાર અન્ય ટીમ સામે પણ રમવાનું છે. આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આપણી ટીમના મેચ ક્યા-ક્યા ગ્રાઉન્ડ પર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખરાખરીનો જંગ જોવા મળશે. આ ગ્રાઉન્ડમાં ભારતનો વન-ડે અને T20 ઈન્ટરનેશનલમાં શું રેકોર્ડ છે, તે તમે નીચે આપેલા ગ્રાફિક્સમાં જોઈ શકો છો. ભારતે મેલબોર્નમાં પાકિસ્તાન સામે એકપણ T20 મેચ રમી નથી, પરંતુ વન-ડેમાં આ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન ટીમની સામે આપણી ટીમનો 100% સક્સેસ રેટ છે.

આ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડેમાં બે મુકાબલા થયેલા છે. જેમાં બન્ને વન-ડેમાં ભારતનો વિજય થયો છે. આ બન્ને મેચ 1985માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ ક્રિકેટની અંડરમાં રમાઈ ગઈ હતી. પહેલી મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

ભારતે અહીં ચાર T20 ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી છે. જેમાં બેમાં જીત મળી છે, તો એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મુકાબલો અનિર્ણિત રહી હતી.

મેલબોર્નમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે આ ગ્રાઉન્ડમાં ત્રણ મેચમાં 1 હાફ સેન્ચુરીની મદદથી 90 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ચાર મેચમાં 68 રન, જ્યારે દિનેશ કાર્તિકે બે મેચમાં 8 રન બનાવ્યા છે.

આ ત્રણ સિવાય ભારતની હાલની ટીમનો કોઈ પણ સભ્ય અહીં એકપણ T20 મેચ રમ્યો નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ આ ગ્રાઉન્ડમાં બે-બે મેચમાં 3-3 વિકેટ ઝડપી છે. ત્યારે આ બન્ને પ્લેયર્સ ઈજા પહોંચવાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.