Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

UG NEETની પરીક્ષા આપવા માટે દેશભરમાંથી 24 લાખ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન થયા છે. જેની સામે 1.10 લાખ સીટો છે. ત્યારે રાજકોટ જિલ્લાના અધિક કલેકટર ચેતન ગાંધીના જણાવ્યા પ્રમાણે, રાજકોટ જિલ્લામાં 7 કેન્દ્રો પરથી રવિવારે NEETની પરીક્ષા લેવામાં આવશે. જેમાં 7,249 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બપોરે 2થી 5.20 વાગ્યા સુધી પરીક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં આર. કે. યુનિવર્સિટીમાં 2 કેન્દ્રો, મારવાડી યુનિવર્સિટીમાં 2, પી. ડી. એમ. કોલેજ પાસેની સર્વોદય સ્કૂલમાં 1, રાજકુમાર કૉલેજમાં 1 અને ક્રાઈસ્ટ કોલેજમાં 1 કેન્દ્ર પરથી એમ કુલ 7 પરીક્ષા કેન્દ્રો ઉપરથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

રાજકોટમાં 7,249 વિદ્યાર્થીઓ UG NEETની પરીક્ષા આપવાના છે. ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) તા. 5 મેના રવિવારે બપોરે 2થી 5.20 વાગ્યા દરમિયાન આપશે. જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના વિષયના 720 માર્કના 180 MCQ હશે. જેમાં 1 MCQનો 4 માર્ક હશે. 1 MCQ ખોટો પડશે તો 1 માર્ક કપાશે. જેમાં 180માંથી 90 પ્રશ્ન બાયોલોજીના હશે. જેમાં 45 ઝૂ લોજી અને 45 પ્રશ્નો બોટની વિભાગનાં હશે. જયારે 45 ફિઝિક્સ અને 45 પ્રશ્નો કેમેસ્ટ્રી વિષયના હશે.