Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 


ભારતમાંથી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરમાં નિકાસ માટે યુએસ પ્રમુખ સ્થાને રહ્યું છે. દેશમાંથી ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બરમાં US ખાતે કુલ 59.7 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે. સરકારે દેશની નિકાસને વેગ આપવા માટે અનેક પગલાં લીધા હોવાનું કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. નિકાસને વેગ આપવાના પગલાંમાં હાલની ફોરેન ટ્રેડ પોલિસીની મુદત 31 માર્ચ સુધી વધારવી, આગામી વર્ષની 31 માર્ચ સુધી નિકાસ પહેલા અને પછી ઇન્ટરેસ્ટ ઇક્વિલાઇઝેશન સ્કીમની મુદત વધારવી તેમજ નિકાસ કરાયેલી પ્રોડક્ટ્સ પર ડ્યૂટી અને ટેક્સ પર ડ્યૂટી અને ટેક્સમાંથી રેમિશન સામેલ છે.


દેશમાં સૌથી વધુ નિકાસ થયેલા દેશોની યાદીમાં યુએસ બાદ UAE ($23.31 અબજ), નેધરલેન્ડ ($14.1 અબજ), ચીન ($11 અબજ), સિંગાપોર અને બાંગ્લાદેશ ($9 અબજ) સામેલ છે. સ્ટાર્ટઅપ્સ અંગે વાત કરતા રાજ્ય કક્ષાના મંત્રી સોમપ્રકાશે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS)નું અમલીકરણ એપ્રિલ, 2021 દરમિયાન કરવામાં આવ્યું હતું.

સ્કીમ હેઠળ 133 ઇન્ક્યુબેટર્સ માટે રૂ.477.25 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાંથી 211.63 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે. SISFS DPIIT દ્વારા મંજૂર સ્ટાર્ટઅપ્સને કન્સેપ્ટ પ્રૂફ, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ટ્રાયલ્સ, માર્કેટ એન્ટ્રી માટે નાણાકીય સહાયતા પૂરી પાડવાનું લક્ષ્ય ધરાવે છે. FFS સ્કીમ હેઠળ 99 AIFs માટે રૂ.7,980 કરોડની જાહેરાત: ફંડ ઑફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS) સ્કીમ હેઠળ, 99 AIFs (અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ) માટે રૂ.7,980 કરોડ તેમજ 72 AIFs માટે રૂ.3,400 કરોડની જાહેરાત કરાઇ છે.