ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીને લઈ જતું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થઈ ગયું. વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દુલ્લાહિયન પણ તેમની સાથે હતા.ઈરાનના સરકારી મીડિયા IRNA અનુસાર, હેલિકોપ્ટર હજુ પણ ગુમ છે. આ ઘટના ઈરાનના વરઝેઘન શહેરમાં બની છે જે અઝરબૈજાનની સરહદની ખૂબ જ નજીક છે..
ઈરાનના ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી સાથે હજુ સુધી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. બીજી તરફ ખરાબ હવામાનને કારણે બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી શકી નથી. IRNAના અહેવાલ મુજબ ઈરાનમાં ધુમ્મસ અને ઠંડીના કારણે હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવી લગભગ અશક્ય છે.
જો કે રોડ માર્ગે 20-40 ટીમો સ્થળ પર મોકલવામાં આવી છે. તેમની વચ્ચે ઈરાનના સ્પેશિયલ ફોર્સ અને રેન્જર્સ હાજર છે. તેમની પાસે તપાસ માટે ડ્રોન અને સર્ચ ડોગ્સ પણ છે.