દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મભૂષણ એવોર્ડથી માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને સમ્માનિત કરવામાં આવ્યા છે. સેન ફ્રાંસિસ્કો સ્થિત ભારતના કોન્સ્યુલેટ નાગેન્દ્ર પ્રસાદે ગત અઠવાડિયે નડેલાને પદ્મભૂષણ એેવોર્ડ અર્પણ કર્યો હતો.
હૈદરાબાદમાં જન્મેલા નડેલાએ એવોર્ડ માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આગામી દાયકો ટેક્નોલોજીનો છે. તેઓ ભારતના લોકો સાથે મળીને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે. જેથી ભારતીયો ટેક્નોલોજીના ક્ષેત્રમાં આગળ વધીને સિદ્ધિઓ મેળવી શકે.
સત્ય નડેલાની આગામી જાન્યુઆરી 2023માં ભારત આવવાની પણ યોજના છે. આ પહેલાં ભારતીય મૂળના ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને પણ પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો છે.