Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં કોરોનાનું સંકટ ફરી એકવાર ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. તહેવારો પહેલાં કોરોનાના બે નવા પ્રકારો XBB અને XBB.1 મળ્યા છે. આ કારણે રાજ્યો કોવિડને ફેલાવતાં રોકવા માટે એડવાઈઝરી જાહેર કરી શકે છે તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન તમામ સરકારી એજન્સીઓના વડાઓ અને વરિષ્ઠ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે માસ્ક અને કોવિડ સંબંધિત સાવચેતી દેશભરમાં રાખવામાં આવે. આ બેઠકમાં અધિકારીઓને ટૂંક સમયમાં નવા વેરિયન્ટ વિશે જાણકારી મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. આરોગ્યમંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે નવા વેરિયન્ટનો સામનો કરવા માટે અસરકારક વ્યૂહરચના તૈયાર કરવી પડશે. એ પણ સુનિશ્ચિત કરવું પડશે વ્યૂહરચનાને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે.

મહારાષ્ટ્રમાં BQ.1 અને BA.2.3.20ના દર્દી મળ્યા
મહારાષ્ટ્રના પુણેમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ BQ.1 અને BA.2.3.20ના દર્દી મળ્યા છે તેમજ BA.2.75 અને BJ.1નો એક રી-કોમ્બિન છે. BMCએ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં કોવિડ-19ના વધતા કેસો અને તહેવારોને લઈ એડવાઈઝરી જાહેર કરી છે.