Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

તુર્કી અને સીરિયામાં ભૂકંપથી પરિસ્થિતિ વધું ખરાબ થતી જઈ રહી છે. અત્યાર સુધી કુલ 7,926 લોકોનું મૃત્યુ થયું હોવાની જાણકારી મળી છે. ઘાયલોની સંખ્યા 25 હજાર સુધી પહોંચી ગઈ છે. બંને દેશોની મદદ કરવા માટે 70થી પણ વધારે દેશ આગળ આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે મૃત્યુનો આંકડો 20 હજારને પાર કરી શકે છે. તુર્કીમાં અત્યાર સુધી 8 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે 24 હજારથી વધારે બચાવ કર્મચારી ત્યાં હાજર છે. લગભગ 3 લાખ 80 હજાર લોકોએ સરકારી શેલ્ટર અને હોટલમાં શરણ લીધી છે. રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોઆને 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે ઇમરજન્સી લગાવી દીધી છે.


ભૂકંપનું એપીસેન્ટર તુર્કી હતું. જેને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ્સ જણાવે છે કે- અહીં ટેક્નોનિક પ્લેટ્સ 10 ફૂટ (3 મીટર)સુધી ખસી ગઈ. જોકે, તુર્કી 3 ટેક્ટોનિક પ્લેટ્સ વચ્ચે આવેલું છે. આ પ્લેટ્સ છે- એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ, યૂરોશિયન અને અરબિયન પ્લેટ

એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, એનાટોલિયન ટેક્ટોનિક પ્લેટ અને અરબિયન પ્લેટ એકબીજાથી 225 કિલોમીટર દૂર ખસી ગઈ છે. જેના કારણે તુર્કી પોતાની ભૌગોલિક જગ્યાથી 10 ફૂટ ખસી ગયું છે. ઈટલીના સીસ્મોલોજિસ્ટ ડોક્ટર કાર્લો ડોગ્લિયોનીએ જણાવ્યું કે ટેક્ટોનિક પ્લેટ્સમાં આવેલાં દબાણના કારણે એવું થઈ શકે છે કે તુર્કી, સીરિયાની સરખામણીમાં 5 થી 6 મીટર (લગભગ 20 ફૂટ) અંદર ઉતરી ગયું હોય. તેમના પ્રમાણે, આ જાણકારી શરૂઆતના ડેટાથી મળી છે. આવનાર દિવસોમાં સેટેલાઇટ ઇમેજથી સટીક જાણકારી મળી શકે છે.