ભાગદોડભરી લાઇફમાં અનેક પ્રકારના લોકો સતત મળતા રહે છે. હંમેશા ઘણીવાર એવું કહેવાય છે કે બાળપણની મિત્રતા બહુ ઘેરી હોય છે. જોકે, વ્યસ્ત હોવાની સાથે સાથે કૉલેજ, ઑફિસ વગેરે સ્થળોએ નવા લોકોને મળવાને કારણે આપણે આપણા બાળપણના મિત્રોને ભૂલી જઈએ છીએ અથવા તેમની સાથે વાત કરવાનું બંધ કરીએ છીએ.
સાઇમન ફ્રેઝર અને સસેક્સ યુનિવર્સિટીના તાજેતરના સંશોધનમાં બાળપણના મિત્રો સાથે વાતચીત ફરી શરૂ ન કરવા પાછળનું કારણ જાણવા મળ્યું છે. હકીકતમાં, અજાણી વ્યક્તિ સાથે વાત કરતાં જૂના મિત્રો સાથે ફરીથી વાત કરવી વધુ મુશ્કેલ છે. આ ખચકાટ પાછળનું કારણ એ છે કે જ્યારે આપણે વર્ષો જૂના મિત્રો સાથે વાત કરવાનું બંધ કરીએ છીએ.
સંશોધક સેન્ડસ્ટ્રોમના જણાવ્યા અનુસાર સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો આપણે જૂના મિત્રો સાથે જોડાણ ફરી શરૂ કરીએ છીએ તો તે નવાં જોડાણો કરતાં વધુ મજબૂત છે. જૂનાં જોડાણોને પુનર્જીવિત કરવાથી માનસિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળી શકે છે. જોકે આજના જમાનામાં આવું ભાગ્યે જ જોવા મળે છે.