ટ્વિટરે રવિવારે સવારે 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા લોકોને બ્લુ વેરિફિકેશન બેજ પરત કર્યા. કેટલાક અહેવાલોમાં આ દાવો કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા એટલે કે 21 એપ્રિલે ટ્વિટરે તે તમામ લોકોની બ્લુ ટિક હટાવી દીધી હતી જેમણે ટ્વિટર બ્લુ સબસ્ક્રાઇબ કર્યું નથી.
ક્રિકેટર એમએસ ધોની, બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન સહિત ઘણી હસ્તીઓ, જેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક ગાયબ થઈ ગઈ હતી, તેમના એકાઉન્ટ પર ફરીથી દેખાવા લાગી છે. આ સિવાય મૃત્યુ પામેલા કેટલાક લોકોના નામ પણ એવા લોકોમાં સામેલ છે જેમને ફરીથી બ્લુ ટિક મળી છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત, ઈરફાન ખાન, ઋષિ કપૂર જેવા નામ સામેલ છે.
એએફપી, ન્યુ યોર્ક ટાઇમ્સને પણ ટિક પાછી મળી
ઘણા અધિકૃત મીડિયા એકાઉન્ટ્સ પર પણ સબસ્ક્રિપ્શન લીધા વિના બ્લુ ટિક પાછી આવી છે. આમાં AFP, New York Times જેવા ગ્રુપ સામેલ છે. આ સિવાય યુએસ પબ્લિક રેડિયો એનપીઆર અને કેનેડિયન પબ્લિક બ્રોડકાસ્ટર સીબીસીને પણ ટિક બેક મળી ગયું છે.