મયંક અગ્રવાલની આગેવાની હેઠળની ભારત A એ દુલીપ ટ્રોફી 2024ના રાઉન્ડ-2માં ભારત D સામે ખરાબ શરૂઆત કરી છે. ગુરુવારે સમાચાર લખાય છે ત્યાં સુધી ટીમે 6 વિકેટે 175 રન બનાવી લીધા છે. શમ્સ મુલાની અને તનુષ કોટિયન ક્રિઝ પર છે.
રિયાન પરાગે 29 બોલમાં 37 રનની ઇનિંગ રમી હતી, જ્યારે કુમાર કુશાગ્ર 28 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન મયંક અગ્રવાલ અને ઓપનર પ્રથમ સિંહ માત્ર 7 રન જ બનાવી શક્યા હતા. વિદ્વાન કવરપ્પાએ બંનેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તિલક વર્મા પણ માત્ર 10 રનનું યોગદાન આપી શક્યો હતો. તેને સરંશ જૈને શ્રેયસ અય્યરના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
તે જ સમયે અન્ય એક મેચમાં ઇન્ડિયા Cએ 2 વિકેટે 172 રન બનાવ્યા છે. ઈશાન કિશન અને બાબા ઈન્દ્રજીત ક્રિઝ પર છે. ઈશાન કિશને પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ 4 રનના સ્કોર પર રિટાયર્ડ હર્ટ થયો હતો. તેની એડી વળેલી છે. બંને મેચ અનંતપુરમાં રમાઈ રહી છે. ઇન્ડિયા B અને ઇન્ડિયા D ટીમો ટોસ જીતીને બોલિંગ કરી રહી છે.