મેક્સિકોમાં ફરી એકવાર રુવાંડાં ઊભાં કરી દેતો વીડિયો સામે આવ્યો છે. એક શ્વાન માણસનો કપાયેલો હાથ લઈને રસ્તા પર દોડતો જોવા મળ્યો હતો.
એક મહિનામાં આ ત્રીજી વખત છે, જ્યારે કૂતરાઓ માનવ શરીરનાં અંગો સાથે ફરતાં જોવા મળ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આ તમામ કેસ પાછળ ડ્રગ માફિયાઓનો હાથ છે.
અગાઉ ઓક્ટોબરના અંતમાં એક શ્વાન તેના મોઢામાં માણસનું માથું લઈને ભાગતો જોવા મળ્યો હતો. જ્યારે પોલીસે આ મામલાની તપાસ કરી તો અધિકારીઓને માનવ શરીરનાં અંગોના ટુકડા સાથે 53 બેગ મળી. જોકે પોલીસ આ વ્યક્તિની ઓળખ મેળવવામાં નિષ્ફળ રહી હતી.
મેક્સિકોના જાકાટેકસ શહેરમાં સૌથી પહેલાં 27-28 ઓક્ટોબર આસપાસ શહેરના રહેવાસીઓએ શ્વાનને માણસનું કપાયેલું માથું લઈ ફરતા જોયો. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે શ્વાનના મોઢામાંથી માથું નિકાળી આગળની તપાસ હાથ ધરી
પોલીસે ઘટનાની તપાસ કરી તો જાણ થઈ કે આ ઘટના પાછળ ડ્રગ માફિયાનો હાથ છે. એક વ્યક્તિની હત્યા કરી ATM પાસે ફેંકી દેવાયો. ત્યાંથી ધમકી ભરેલો પત્ર પણ મળ્યો. તેમાં લખેલું હતું કે, 'હવે પછીનું માથું તારું હશે'. પોલીસે જણાવ્યું કે ડ્રગ્સ દાણચોરો વચ્ચે સતત લડાઈ થઈ રહી છે. શહેરમાં ઘણી હત્યાઓ થઈ રહી છે.