મહાઠગ કિરણ પટેલના કારનામાંની ચર્ચા હવે માત્ર અમદાવાદ કે કાશ્મીર પુરતી જ નહીં પરંતુ બીજા રાજ્યોમાં પણ થવા લાગી છે. તેણે દિલ્હીના નેતાઓ સાથેના સંબંધના નામે દેશમાં ભાજપ શાસિત રાજ્યોમાં ભાજપના કાર્યકરોને નિગમમાં નિમણૂંક અપાવાના કે દિલ્હી દરબારમાં ખાસ બનાવી દેવાના સપના દેખાડી તેમને છેતર્યા હોવાની શંકા છે. કારણ, જમ્મુ-કાશ્મીર અને ગુજરાત એટીએસે તેને ઘરમાં કરેલા સર્ચામાંથી આવા અનેક દસ્તાવેજો મળ્યા છે. જો કે, લોકોને છેતરીને તેણે રૂપિયા પડાવ્યાં છે કે કેમ અને તેના સાગરીત બીજા કોણ તે અંગેની તપાસ તેના બેન્ક એકાઉન્ટની તપાસ થયા બાદ જ જાણી શકાશે તેમ રાજ્યના સિનિયર પોલીસ અધિકારીનું કહેવું છે.
કિરણ પટેલના ઘરે સર્ચ કર્યુ હતુ
કાશ્મીરમાં જ્યારે કિરણ પટેલની ફાઈવ સ્ટાર હોટલમાંથી ધરપકડ કરાઈ તેના બે દિવસ બાદ ત્યાંની પોલીસે કિરણ પટેલના ઘરે સર્ચ કર્યુ હતુ. આ સાથે જ જોડાયેલી ગુજરાત એટીએસના અધિકારીઓએ પણ તેના ઘરની તપાસ કરી ત્યારે તેમાંથી કેટલાક મહેસૂલ અને બોર્ડ-નિગમના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં હતા.
આ ડોક્યુમેન્ટ્સ સરકાર કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને હાની પહોંચાડે તેવા નહોતા. પરંતુ પોલીસને તે જોઈ શંકા ઉપજી હતી કે, ઠગ કિરણે લોકોને નિમણૂંક અપાવાનું અથવા દિલ્હની સરાકરમાં કોઈ ખાસ જગ્યાએ અપાવાનું કહી લોકોને છેતર્યા હશે. ગુજરાત પોલીસે ખાનગમાં આવા રાજ્યોની પોલીસ એજન્સીઓ સાથે સંપર્ક કરીને કિરણ વિરૂધ્ધ કોઈ ફરિયાદ નોંધાયતો જાણ કરવા સૂચના પણ આપી છે. જેનો સીધો અર્થ છે કે, કિરણે અન્ય રાજ્યના લોકો સાથે ઠગાઈ કરી હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.