ગાઝામાં ઈઝરાયલના હુમલા વચ્ચે શનિવારે પેલેસ્ટાઈન સમર્થકોએ અમેરિકી રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન કર્યું. લોકો તેમના માથા પર હમાસ બેન્ડ પહેરીને પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન વિરોધ કરી રહેલા એક વ્યક્તિના હાથમાં રાષ્ટ્રપતિ બાઇડનનો માસ્ક પણ હતો, જે લોહીથી ખરડાયેલો હતો.
વિરોધ કરી રહેલા લોકોએ અમેરિકન ધ્વજને પણ આગ ચાંપી હતી. લોકોના હાથમાં ઘણા બેનર અને પોસ્ટર પણ હતા. આમાં બાઇડન પર ઈતિહાસની ખોટી બાજુ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ફ્રી પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ગાઝાના બોમ્બ ધડાકામાં જીવ ગુમાવનારા બાળકોની ચીસો તમને હંમેશા પરેશાન કરશે.
વિરોધીઓએ નેશનલ પાર્ક સર્વિસ રેન્જર્સ પર પણ વસ્તુઓ ફેંકી હતી. આ ઉપરાંત ત્યાં સ્થાપિત પ્રતિમાની પણ તોડફોડ કરવામાં આવી હતી. તેમણે ઇઝરાયલ માટે અમેરિકાના સમર્થનને સમાપ્ત કરવાની માગ કરી હતી. વિરોધને જોતા વ્હાઇટ પાસે સુરક્ષા વધારી દેવામાં આવી હતી.