Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અબજપતિ ઇલોન મસ્કના બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિન્કે માણસના મગજમાં ચિપ લગાવવામાં સફળતા મેળવી છે. મસ્કે સોમવારે જણાવ્યું કે પહેલું પરીક્ષણ સફળ રહ્યું છે. જે વ્યક્તિના મગજમાં ચિપ ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે તેના આરોગ્યમાં સુધારો થઇ રહ્યો છે. દર્દીની ઓળખ જાહેર નથી કરાઇ, પરંતુ તે 40 વર્ષથી ઓછી ઉંમરની છે, જેમના ચાર અંગ લકવાગ્રસ્ત છે. ન્યૂરાલિન્કને અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મે 2023માં પહેલી ટ્રાયલને મંજૂરી આપી હતી.

આ વાયરલેસ ચિપને ‘ટેલિપથી’ નામ અપાયું છે. તેના માટે મગજમાં ઇલેક્ટ્રોડ પ્રત્યારોપિત કરાય છે. ભવિષ્યમાં માણસ વિચારીને ગેજેટ્સ ચલાવી શકશે. આ ટેક્નિક હોત તો સ્ટીફ હૉકિંગ તેજ ટાઇપિસ્ટથી પણ તેજીથી સંવાદ કરી શક્યા હોત.

ન્યૂરાલિન્કની સ્થાપના ઇલોન મસ્કે 2017માં કરી હતી. આ સ્ટાર્ટઅપ મગજ-કમ્પ્યુટર ઇન્ટરફેસ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ્ય લકવા, વાઇ, પાર્કિસન્સ જેવી બીમારીમાં મદદ કરવાનું છે. 2004માં એવા ડિવાઇસનો માનવી પર પ્રયોગ થઇ ચૂક્યો છે. ન્યૂરાલિન્કના પ્રયોગથી આગળ જઇને પેથોલોજિકલ અને ન્યૂરોલોજિકલ બીમારીઓની ઓળખ અને ઉપચાર થઇ શકશે. યાદશક્તિ ગુમાવવાની સમસ્યાનો ઉકેલ મળશે.

તેમાં 1000થી વધુ ઇલેક્ટ્રોડ છે. તે વ્યક્તિગત ન્યૂરૉન્સ સાથે જોડે છે, જ્યારે અન્ય ડિવાઇસ અન્ય ન્યૂરોન્સ સાથે જોડાયેલા હોય છે.