ગુજરાત અને સૌરાષ્ટ્રનું સૌથી અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 16 જૂનથી 18 જૂન ત્રણ દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડનું તમામ પ્રકારનું કામકાજ અને જણસીઓની હરાજીઓ શરૂ કરવામાં આવી છે. આજ સાંજથી અલગ અલગ જણસીઓની આવક શરૂ કરવામાં આવશે.
વધુમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી તરૂણ પાંચાણીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસની રજા બાદ માર્કેટિંગ યાર્ડમાં આજથી તમામ પ્રકારના હરાજી સહિતના કામકાજ ચાલુ કરી દેવામાં આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ શરૂ થતાંની સાથે જ અલગ અલગ પાકોની આવક આજ સાંજથી શરૂ કરવામાં આવશે. 16 જુનથી 18 જૂન સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ હતું. જેથી ખેડૂતો પોતાની જણસી વેચી શકતા ન હતા, પરંતુ જેવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજથી શરૂ થયું છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાના ખેડૂત પાક લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચશે.