Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in


ગુજરાત રાજ્ય લલિતકલા અકદામી-ગુજરાત સરકાર દ્વારા 9 થી 14 ડિસેમ્બરના રોજ રવિશંકર રાવલ આર્ટ ગેલેરી અમદાવાદ ખાતે પસંદગી પામેલ કલાકારોનું ગ્રુપ પ્રદર્શન યોજાયું હતું, જેમાં આર્ટિસ્ટ વિભાગમાં ગુજરાત રાજ્યના પસંદીદા 209 આર્ટિસ્ટની 373 કૃતિઓ પ્રદર્શિત કરાવામાં આવી હતી.


સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પરના જૈન દેરાસરનું ગોંડલના ચિત્રકાર ભરત તલસાનીયાએ જળરંગોમાં કરેલું પેઇન્ટિંગ અત્રે સિલેક્ટ થતાં પ્રદર્શનમા પ્રદર્શિત કરાતા ગોંડલ સહિત સૌરાષ્ટ્રનું ગૌરવ વધ્યું હતું. ભરતભાઈ વર્ષોથી ચિત્રો બનાવે છે. જાન્યુઆરી 2023માં IWSમાં દિલ્હી ખાતે તેમનું ચિત્ર પ્રદર્શિત થશે, પ્રદર્શનનું ઉદ્દઘાટન પ્રસિદ્ધ ચિત્રકાર વૃંદાવન સોલંકી દ્વારા અગ્રણી કલાકારો, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના સચિવ ટીઆર દેસાઈની ઉપસ્થિતિમાં થયું હતું અને પૂર્વ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો.

40 વર્ષથી ચાલે છે પીંછીની સાધના
ભરત તલસાણીયા ગોંડલ ખાતે લગભગ 40 વર્ષથી ચિત્રકલા સાથે કામ કરી રહ્યા છે, તેમણે વર્ષ 1976માં સ્કૂલકાર્ડ દરમિયાન સૌ પ્રથમ એવોર્ડ, ગુજરાત કલા શિક્ષક સંઘ તરફથી પ્રથમ નંબર મેળવ્યો હતો, ત્યારબાદ અનેક એવોર્ડ મેળવવાનો સીલસીલો શરૂ રાખ્યો હતો.

લલિત કલા અકાદમી દ્વારા તેમનું ચિત્ર પસંદગી કરાયું
ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા તેમનું ચિત્ર પસંદગી કરાયું છે. ગિરનાર ઉપરના જૈન દેરાસરનું પેઇન્ટિંગ તેઓએ જળરંગોથી 280 ગ્રામ પેપર પર તૈયાર કર્યું હતું, જેની સાઈઝ 22 ઇંચ બાય 15 ઇંચની છે. 2017માં વડનગર ખાતે ગુજરાત કલા પ્રતિષ્ઠાનના આર્ટ કેમ્પમાં ભરતભાઈએ વડનગરની સ્ટ્રીટનું ઓબ્ઝર્વેશન કરી ચિત્ર તૈયાર કરેલું તે સમયે નરેન્દ્ર મોદીની કચેરી માટે પસંદ કરાયું હતું.