Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટનમાં 4 જુલાઈએ મતદાન થશે. વડાપ્રધાન ઋષિ સુનક પર હારનું જોખમ તોળાઈ રહ્યું છે. યુગોવના સરવે મુજબ, સુનકની સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીને ભારતીય મતદારો તરફથી પણ સમર્થન નથી મળી રહ્યું. અહીંના 65% ભારતીય મતદારો સુનકની પાર્ટીની વિરુદ્ધ છે. બ્રિટનમાં લગભગ 25 લાખ ભારતીયો મતદાન કરશે.


સરવેમાં સામેલ ભારતીય મતદારોનું કહેવું છે કે વડાપ્રધાન સુનકના લગભગ દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતીયોની તરફેણમાં કોઈ મોટું પગલું લેવામાં આવ્યું નથી. વિઝા નિયમો પહેલાં કરતાં વધુ કડક બનાવાયા છે. સુનક પણ મોંઘવારી અને રોજગારના મુદ્દે નક્કર પગલાં લઈ શક્યા નથી. સુનક ભારતીય મૂળના હોવાને લીધે અહીં રહેતા ભારતીયોનો ઝુકાવ કન્ઝર્વેટિવ પાર્ટી પ્રત્યે હશે. સુનકે પણ આઉટ રિચનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ થયા નહીં.