01 અહીંયા પેટ્રોલ પંપ છે. ત્યાંના સીસીટીવીમાંથી એક કેમેરો હાઈ-વે પર છે. આ કેમેરાના પોણી કલાકના ફૂટેજ ભાસ્કર પાસે છે. જે વાહન રોંગસાઈડમાં ઓવરબ્રિજ પર આવ્યું તે આ કેમેરામાં દેખાતું નથી. તેનો સ્પષ્ટ મતલબ એવો થાય કે, જે બાઈક સહિતના વાહન પોણા બે કિલોમિટરના ઓવરબ્રિજ પર રોંગ સાઈડમાં આવ્યું તે ક્રિષ્ના વોટર પાર્ક પાસેના ખાંચામાંથી બ્રિજ પર ચડીને એમ્બ્યુલન્સ જ્યાં ઊભી હતી ત્યાં સુધી રોંગસાઈડમાં આવ્યું હતું.
02 રાજકોટથી અમદાવાદ તરફ જતાં ઓવરબ્રિજ પર પહેલો ખાંચો એટલે કે, સર્વિસ રોડ પર ઉતરવાની જગ્યા ક્રિષ્ના વોટર પાર્કની સામે છે. આ જગ્યા પહેલા રાજકોટ તરફ અંદાજે 400 મિટરે રાજકુમાર જાટનો અકસ્માત થયો હતો.
03 આ રામધામ આશ્રમમાંથી રાજકુમાર જાટ 4થી માર્ચે વહેલી સવારે 2:20 કલાકે બહાર નીકળીને ડિવાઈડર ક્રોસ કર્યા બાદ સામેના રાજકોટથી અમદાવાદ તરફ જતાં રોડ પર ગયો હતો અને ઓવબ્રિજ પર ચાલવા લાગ્યો હતો અને અંદાજે 500 મિટર દૂર તેનો પોલીસના કહેવા મુજબ અકસ્માત થયો હતો.