અમેરિકામાં 5 નવેમ્બરે યોજનાર પ્રમુખપદની ચૂંટણી પહેલાં ડેમોક્રેટિક પાર્ટી આંતરિક સંઘર્ષનો સામનો કરી રહી છે. પ્રથમ પ્રેસિડેન્શિયલ ડીબેટમાં નિરાશાજનક પ્રદર્શન બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેન પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે રેસમાંથી બહાર થવા પર સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે પરંતુ, તેમની પાર્ટીને પોતે વિશ્વાસ નથી કે તેઓ ટ્રમ્પને હરાવી દેશે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ રાષ્ટ્રપતિ બાઈડેનને પદ છોડવાની માગ વધી રહી છે. રાષ્ટ્રપતિ બાઈડેનનો વિકલ્પ શોધવા માટે ડેમોક્રેટિક નેશનલ કમિટીએ ખાનગી સરવે હાથ ધર્યો છે. કમિટીએ પબ્લિક ઓપિનિયન સ્ટ્રેટેજી અને અમેરિકન પલ્સ રિસર્ચ એન્ડ પોલિંગ જેવી એજન્સીઓ દ્વારા આ સરવે કરાવ્યો છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ મોખરે છે.
ડેમોક્રેટ કમિટીના સરવેમાં સામે આવ્યું છે કે ટ્રમ્પને જો કોઈ સ્પર્ધા આપી શકે છે તો તે એકમાત્ર કમલા હેરિસ છે. મહિલાઓ અને અશ્વેત મતદારોમાં તેમની મજબૂત પક્કડ છે.