Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોના મહામારીના ગંભીર દોર પછી દુનિયાના મોટા દેશો હવે હેલ્થ વર્કર્સ અને ખાસ કરીને નર્સની ભારે અછત સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના દરમિયાન વધુ કામ, ઓછા પગારથી કંટાળી અનેક સ્વાસ્થ્યકર્મીઓએ પોતાનું કામ છોડી દીધું હતું. હવે જ્યારે દુનિયાભરમાં અવર-જવર શરૂ થઇ એવામાં જર્મનીથી લઈને યુએઈ અને સિંગાપોર સુધી નર્સને વિઝા અને સારા પગારની ઓફર થઈ રહી છે.


ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિઝનું અનુમાન છે કે આવનારાં વર્ષોમાં 1.30 કરોડ નર્સ અને હેલ્થ વર્કર્સની જરૂર પડશે. ગ્રાન્ડ રિવ્યૂ રિસર્ચ અનુસાર વૈશ્વિક સ્વાસ્થ્ય દેખરેખ સ્ટાફિંગ ક્ષેત્ર વાર્ષિક 6.9%ના દરે વધી રહ્યું છે. 2030 સુધી આ ક્ષેત્રમાં 5.17 લાખ કરોડ રૂ.(63 બિલિયન ડૉલર) ખર્ચ થશે.તાજેતરમાં કેનેડામાં પણ મોટાપાયે નર્સની અછતના અહેવાલ આવ્યા હતા. ત્યાં પણ મોટાપાયે નર્સની માગ કરવામાં આવી રહી છે.

દુનિયાભરમાં સૌથી વધુ નર્સ અને હેલ્થ વર્કર્સ ભારત અને ફિલિપાઈન્સથી બોલાવાય છે. જર્મનીની સરકારે ફિલિપાઈન્સથી 600 નર્સની નિમણૂક માટે એક કરાર કર્યો છે. જર્મની સરકાર યાત્રાખર્ચ આપવાની સાથે રહેવા માટે ઘરની પણ ઓફર કરી રહી છે. યુએઈએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સાથે નર્સ અને હેલ્થ વર્કર્સ માટે કરાર કર્યો હતો. યુએઈએ 10 વર્ષ સુધી અખાતી દેશોમાં રહેવા માટે ગોલ્ડન વિઝાની ઓફર કરાઈ છે.