ગુરુવારે શેરબજારમાં વધુ એક ઐતિહાસિક દિવસ હતો અને નિફ્ટીએ પ્રોફિટ બુકિંગની તમામ અટકળોને ફગાવતા ફરી એકવાર નવી ઓલ-ટાઈમ હાઈ બનાવી હતી.જો કે, આજના ટ્રેડિંગ સેશનની શરૂઆત થોડી નબળાઈ સાથે થઈ હતી અને પરંતુ બપોરે બજારની તેજી જોવા જેવી હતી.સેન્સેક્સે 806 પોઈન્ટ ઉછળી 81522 ની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે.નિફ્ટી 300 પોઈન્ટ ઉછળી 24838ના ઓલટાઈમ હાઈ લેવલે પહોંચ્યો છે.બેન્ક નિફ્ટી ફ્યુચરએ પણ 126 ઉછાળા સાથે 52655 બંધ રહયો હતો.
આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં આક્રમક ખરીદીના પગલે આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ 2% ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા છે. એફએમસીજી સેક્ટરમાં પણ સારી ખરીદી જોવા મળી હતી. રિયલ એસ્ટેટ, કોમોડિટી અને મેટલ સેક્ટરમાં નબળાઈ જોવા મળી હતી.જ્યારે કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, રિયાલ્ટી સેગમેન્ટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધતાં 2% સુધી ઘટાડે કારોબાર થઈ રહ્યા છે.
ભારતીય શેરબજાર સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો સાથે સતત આગેકૂચ કરી રહ્યા છે. સેન્સેક્સ ૦૩ જુલાઈએ 80000 ક્રોસ થયા બાદ માત્ર 10 ટ્રેડિંગ સેશનમાં 81000નું લેવલ વટાવ્યું છે. વોલેટિલિટી ઈન્ડેક્સ નિફ્ટી VIX પણ 2.43% ઉછાળા સાથે 14.57 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટમાં વોલેટિલિટી દર્શાવે છે.