વૈશ્વિક અને સ્થાનિક સ્તરે છેલ્લા દોઢ વર્ષમાં બોન્ડ માર્કેટમાં ભારે ચહલપહલ જોવાઈ હતી અને તેને કારણે બોન્ડ યીલ્ડમાં અફરાતફરી જેવું વાતાવરણ પણ રહ્યું હતું. રિઝર્વ બેન્ક સહિત વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા હવે વ્યાજદરમાં વધુ વધારા પર બ્રેક મારવામાં આવતા બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને બ્રેક લાગી છે.
આવા વાતાવરણમાં હાઇબ્રિડ ફંડ એટલે કે અગાઉનું બેલેન્સ ફંડ તથા રૂ.26,273 કરોડની એયુએમ ધરાવતા ICICI પ્રુડેન્શિયલ ઇક્વિટી એન્ડ ડેટ ફંડ, એક આક્રમક હાઇબ્રિડ ફંડે આપેલા રોકાણને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઇએ તો તેમાં પ્રારંભથી અત્યાર સુધીમાં (24 વર્ષમાં) 15.06 ટકાના ચક્રવૃદ્ધિ દરે વળતર નોંધાયું છે, જે બેન્ચમાર્ક તથા આ કેટેગરીમાં સમાવિષ્ઠ કરતાં વધુ સારું વળતર નોંધાયું છે. સેબી સ્કીમ વર્ગીકરણ નિયમ મુજબ ફંડમાં 65%-80% ની વચ્ચે ઈક્વિટી એક્સ્પોઝર છે જ્યારે ડેટ એક્સપોઝર 20%-35%ની વચ્ચે જાળવવામાં આવે છે.
ફંડમાં નવેમ્બર 1999માં રૂ.એક લાખના રોકાણની વેલ્યૂ નવેમ્બર 2023 સુધીમાં રૂ29.33 લાખની થઈ છે. આ સમયમાં નિફ્ટી 50 TRIએ 13.48%ની ચક્રવૃદ્ધિ દરે કામગીરી કરી છે અને રોકાણનું મૂલ્ય રૂ.21.03 લાખ રહ્યું છે. SIP કામગીરીના સંદર્ભમાં શરૂઆતથી SIP મારફતે રૂ.10,000નું રોકાણ જે કુલ રૂ.28.9 લાખ થાય તેની વેલ્યૂ નવેમ્બર, 2023 સુધીમાં વધીને રૂ.2.8 કરોડ બને, એટલે કે 16.12%નું ચક્રવૃદ્ધિ રિટર્ન ગણાય.