આટકોટમાં તાજેતરમાં જ જેનું લોકાર્પણ થયું છે તેવા એસ ટી બસ સ્ટેશનનો કંટ્રોલ પોઈન્ટ બે દિવસથી બંધ હાલતમાં હોવાથી મુસાફરોને ભારે પરેશાનીમાં ભોગવવી પડી રહી છે.
જસદણ તાલુકાના આટકોટ સેન્ટ્રલનું ગામ છે અને અહીંથી 400 જેટલી બસની અવર થતી હોય છે ત્યારે મુસાફરોની પણ અવર-જવર રહેતી હોય કંટ્રોલ પોઇન્ટ બંધ હાલતમાં હોવાથી કોઇને જો બસ અંગે પૂછપરછ કરવી હોય તો ક્યાં જવું એ સવાલ સહેજે થાય છે. અને જવાબ આપવાવાળું કોઇ નથી. કન્ટ્રોલ પોઇન્ટ પર અલીગઢી તાળા લાગ્યા છે તે પણ બે દિવસ થયા છતાં, જસદણ ડેપો મેનેજરને ખબર નહીં હોય તેવી ચર્ચા ચાલી છે. સામજિક આગેવાન વિજય ધમલ કંટ્રોલ પોઇન્ટ પહોંચ્યા હતા ત્યારે તેમણે તાળા જોઈને ડેપો મેનેજરને ફોન મારફત જાણ કરી ત્યારે ડેપો મેનેજરએ કહ્યું કે મને ખ્યાલ નથી, હું જોવડાવી લઉં છુંં. આટકોટનું બસ સ્ટેશન હાઇવે પર જ આવેલું હોઇ સતત ધમધમતું હોય છે અને અહીંથી હજારો લોકોની સતત અવરજવર રહેતી હોય છે