Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની મદદથી રસ્તાઓ પણ સરળ થઈ જશે. સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. ઘરનું વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

નેગેટિવઃ- તમારી ભાવનાઓને કાબૂમાં રાખો. વધારે ભાવુકતાના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. લોકોની વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કાર્યોમાં વ્યસ્ત રહો

વ્યવસાયઃ- વ્યવસાયમાં સારા ઓર્ડર મળી શકે છે.

લવઃ- લગ્નસંબંધોમાં તણાવપૂર્ણ સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.

------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- સમય અનુકૂળ છે. આ સમયે રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. લાંબા સમયથી ચાલતી ચિંતાથી રાહત મળી શકે છે. ઘરમાં નજીકના સંબંધોનું આગમન થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી થોડી મુશ્કેલીઓ રહેશે. યુવાઓ પોતાના મિત્રોની વાતોમાં આવીને લક્ષ્યથી ભટકે નહીં. કોઈ કામને મજબૂરીમાં કરવું પડી શકે છે.

વ્યવસાયઃ- કામકાજમાં સ્ટાફ અને સહયોગીઓનું યોગ્ય યોગદાન રહેશે.

લવઃ- ઘર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે માનસિક અને શારીરિક થાક રહેશે.

------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- દરેક કામને સમજી-વિચારીને કરવું તમને સફળતા આપશે. કોઈ મિત્રની મદદથી ગુંચવાયેલાં કાર્યો ઉકેલાઈ જશે. માનસિક રીતે પણ તમે વધારે સુકૂન અનુભવ કરશો

નેગેટિવઃ- દિવસની શરૂઆતમાં થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આ કારણે સંબંધોમાં પણ ખટાસ આવે તેવી શક્યતા છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે જે કોઈ કાર્યને ખૂબ જ સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તે ખૂબ જ અઘરું રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે થોડું સ્વાર્થીપણું પણ રાખવું

લવઃ- પારિવારિક સભ્ય તમારી ભાવનાઓને સમજશે તથા સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ- આ સમય માનસિક અને શારીરિક થાક આપશે

------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાની તક મળશે. નજીકના સંબંધીઓને મળીને થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ પ્રાપ્ત થશે. સમય સફળતાદાયક રહેશે.

નેગેટિવઃ- કોઈપણ નવી યોજના ઉપર કોઈ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. યુવાઓ તથા વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યને લગતી યોજનાને લઈને બેદરકારી ન કરવી

વ્યવસાયઃ- વેપારમાં આકરી મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થશે.

------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.

નેગેટિવઃ- બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના ઊભી થઈ શકે છે. કોઈ પણ કાર્યને કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરો

વ્યવસાયઃ- વેપારને લગતી આજે કોઈપણ નવી કાર્યવાહી ન કરો

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- અપચા અને ભૂખ ન લાગવાની પરેશાની રહેશે.

------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારી કોઈ પરેશાનીના નિવારણમાં પરિવારના લોકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બનશે. તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીને વધારે સારી બનાવી શકશો.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધીઓ સાથે રૂપિયા-પૈસાના મામલે થોડી ગેરસમજ ઊભી થઈ શકે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. તમારા ઉપર કામનો વધારે ભાર લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ- પરિવાર સાથે મનોરંજનમાં સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓને બનાવવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની જગ્યાએ તમારા કર્મ ઉપર વધારે વિશ્વાસ કરો.

નેગેટિવઃ- કોઈ પાડોસી સાથે વ્યક્તિગત મામલાને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાથો. યુવાઓ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપે.

વ્યવસાયઃ- આ સમયે વેપારને લગતું કોઈપણ કાર્ય કરતી સમયે વધારે સાવધાની જાળવવી.

લવઃ- તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને જીવનસાથી તથા પરિવારના લોકોને જણાવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- કોઈપણ કાર્યને કરતા પહેલાં તેને લગતી બધી જાણકારીઓ પ્રાપ્ત કરી લો. તેનાથી ચોક્કસ લાભદાયી પરિણામ પ્રાપ્ત થશે. અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ ધ્યાન આપવું.

નેગેટિવઃ- કોઈપણ પ્રકારની ઉધારી કે લોન લેતી સમયે પેપર વર્કને ખૂબ જ ધ્યાનથી કરો. ભાઈઓ સાથે સંબંધને મજબૂત જાળવી રાખવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે થોડા ફેરફારની જરૂરિયાત રહેશે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- અસંતુલિત દિનચર્યાના કારણે સિઝનલ બીમારીઓ હાવી રહેશે.

------------------------

ધનઃ-

પોઝિટિવઃ- થોડો સમય તમારા રસના અને મનગમતા કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારી દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો અને અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં તમારો ખાસ રસ રહેશે.

નેગેટિવઃ- બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો. અચાનક જ ઘરમા મહેમાનોની અવર-જવરની સ્થિતિ વધી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- ઘર તથા વેપારમાં સંતુલન જાળવી રાખવાથી સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

મકરઃ-

પોઝિટિવઃ- સામાજિક કે સોસાયટીને લગતી મીટિંગમાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારા દ્વારા રાખવામાં આવેલ પક્ષને પ્રોત્સાહન મળશે. કોઈ નવી જાણકારી શીખવામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- આ સમયે તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. કેમ કે તમારું નુકસાન થઈ શકે છે અને તેનો નકારાત્મક પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ- કાર્યસ્થળે તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.

લવઃ- દિવસભર ભાગદોડના કારણે તમે પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કોઈ અનુભવી કે રાજનૈતિક વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે તથા કોઈ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. રોકાણને લગતી યોજનાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત થશે. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ- તમારા થોડા નજીકના મિત્ર કે સંબંધી જ તમને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારા આત્મબળમાં ઘટાડો આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારનું રોકાણ કરવું નુકસાનદાયી રહેશે.

વ્યવસાયઃ- વેપારમા નવી-નવી સફળતા સામે આવી શકે છે.

લવઃ- લગ્નજીવનમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને હાર્દિક સુખ આપશે અને એકબીજા સાથે સંબંધને ગાઢ બનાવશે. અધ્યાત્મને જાળવામાં તમારો રસ રહેશે. આજે સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ- જો પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો તેમાં થોડું મોડું થવાની શક્યતા છે. ધૈર્ય અને સંયમ સાથે કોશિશ કરશો તો જલ્દી જ સફળતા મળી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે.

લવઃ- પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.