કર્ણાટક વિધાનસભા ચૂંટણીના 21 દિવસ બાકી રહ્યા છે ત્યારે સત્તા અને વૉટિંગ પેટર્ને ભાજપની ચિંતા વધારી દીધી છે. રાજ્યમાં 38 વર્ષનો રાજકીય ઇતિહાસ છે કે શાસન કરનારા રાજકીય પક્ષોને સતત બીજી વાર સત્તા નથી મળી. સાથે જ વિધાનસભાની 84 બેઠક મોટો પડકાર છે કારણ કે આ બેઠકો પર છેલ્લી 3 ચૂંટણીથી નવા ધારાસભ્યને જ જીત મળી છે. એટલે કે આ 84 બેઠક એવી છે જ્યાંથી કોઈ પણ નેતા સતત બીજી વાર ધારાસભ્ય બની શક્યો નથી.
આ જ વાતની સૌથી વધુ ચિંતા ભાજપને છે કારણે 84માંથી 56 ધારાસભ્ય ભાજપના છે જ્યારે કૉંગ્રેસના 19, જેડીએસના 8 અને 1 અપક્ષ ધારાસભ્ય છે. બેઠકો પર અગાઉની 3 ચૂંટણીના ટ્રેન્ડનું પુનરાવર્તન થશે તો સૌથી વધુ નુકસાન ભાજપને જ વેઠવું પડશે.રાજ્યના 6 ક્ષેત્રીય વિસ્તારમાં વહેંચાયેલી આ 84 બેઠકમાંથી હૈદરાબાદ-કર્ણાટક અને મુંબઈ-કર્ણાટકની 38 બેઠક છે. મધ્ય,દક્ષિણ કર્ણાટકમાં 34 બેઠક છે જ્યારે બૅંગલુરુ અને કાંઠા વિસ્તારમાં 12 બેઠક સમાવિષ્ટ છે.રાજ્યમાં જેડીએસનો પાયો મજબૂત હતો ત્યારે સ્થિતિ હતી પરંતુ જેડીએસ અને કૉંગ્રેસ ઘણા નબળા પક્ષો બની ગયા છે એટલે વૉટિંગ પેટર્ન ભાજપતરફી જ રહેશે.