પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ની એક એર હોસ્ટેસ શુક્રવારે લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ચલણની દાણચોરી કરતી ઝડપાઈ હતી. એર હોસ્ટેસે તેના મોજામાં ઘણા યુએસ ડોલર અને સાઉદી રિયાલ છુપાવ્યા હતા.
આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તપાસ એજન્સીનો સ્ટાફ એર હોસ્ટેસના મોજામાંથી આ ચલણ કાઢી રહ્યો છે. તેની કિંમત લાખો પાકિસ્તાની રૂપિયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ એર હોસ્ટેસને શનિવારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી કલેક્ટર કસ્ટમ્સ રાજા બિલાલે જણાવ્યું કે, એર હોસ્ટેસ પાસેથી 1,40,000 સાઉદી રિયાલ રિકવર કરવામાં આવ્યા છે. પાકિસ્તાની રૂપિયામાં તેની કિંમત લગભગ 1 કરોડ 4 લાખ રૂપિયા છે.