Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ધોરાજીનાં તાલુકાના તોરણીયા ગામે વાડીમાં ખેતમજૂરી કામ કરતી યુવતીને તેના સગા મામાના દીકરાએ દાતરડાનો એક ઘા ઝીંકી પતાવી દીધી હતી અને પોતે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો દોડી ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તેણીને સારવાર માટે ખસેડવા તજવીજ હાથ ધરી હતી પરંતુ હોસ્પિટલે તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

ઘટનાના પગલે પોલીસ કાફલો ધસી ગયો હતો અને આરોપીના સગડ મેળવી ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરે તે પહેલાં જ સમાચાર આવ્યા કે સીમમાં થોડે દુર આવેલા ખેતરમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આથી પોલીસે તેનો મૃતદેહ ધોરાજી સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વધુ તપાસ પીઆઇ ગોહિલ ચલાવી રહ્યા છે.સમગ્ર ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર તોરણીયામાં રહેતા જીવનભાઇ ડાભીની પુત્રી હરમીત ઉ.વ.22 ખેતમજૂરી માટે ગઇ હતી ત્યારે સાંજના 6 કલાક આસપાસ જીવનભાઇના સગા સાળાનો દીકરો જીજ્ઞેશ ઉર્ફે બાલો ટીડાભાઇ ત્યાં ધસી ગયો હતો અને જૂના મનદુ:ખનો ખાર રાખીને દાતરડાનો એક જોરદાર ઘા હરમીતને ઝીંકી દીધો હતો.જેના પગલે હરમીત લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડી હતી.