Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાને સતત 4 હાર બાદ વર્લ્ડ કપ 2023ની મેચ જીતી છે. ટીમે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાની બેટર્સે 32.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 205 રનના લક્ષ્યાંકને ચેઝ કર્યો હતો. ઓપનર ફખર ઝમને 81 રન અને અબ્દુલ્લાહ શફીકે 68 રનની ઇનિંગ રમી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી હતી.


કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 45.1 ઓવરમાં 204 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયર 3-3 વિકેટ લીધી હતી. આ જીત સાથે ટીમનો નેટ રન રેટ પ્લસ થઈ ગયો છે અને ટીમ 7 મેચમાંથી 3 જીત અને 4 હાર બાદ 6 પોઈન્ટ સાથે સેમિફાઈનલની રેસમાં છે. ટીમને વધુ 2 મેચ રમવાની છે. જો તેઓ જીતે તો ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહી શકે છે અને સેમિફાઈનલ રમી શકે છે. બીજી તરફ બાંગ્લાદેશ તેની છઠ્ઠી હાર બાદ તળિયે છે. જો તેઓ બાકીની મેચ જીતે તો બાંગ્લાદેશના 6 પોઈન્ટ થઈ શકે છે, જ્યારે ટેબલમાં 4 ટીમ 8 પોઈન્ટ પર પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશ બહાર થઈ ગયું છે.

પાવરપ્લેમાં પાકિસ્તાનની જોરદાર શરૂઆત
પાવરપ્લેમાં પાકિસ્તાને જોરદાર શરૂઆત કરી હતી. ટીમે લાઇનઅપમાં ફેરફાર કર્યા અને ઈમામ ઉલ હકની જગ્યાએ ફખર ઝમનને ઓપનિંગ કરવાની તક આપવામાં આવી. ઓપનરોએ નાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમી શરૂઆત કરી હતી. પ્રથમ ઓવર 6 રનની હતી. આમાં બાંગ્લાદેશે રનઆઉટની તક ગુમાવી દીધી હતી. ત્યારબાદ બાંગ્લાદેશે સતત બે મેડન ઓવર ફેંકી હતી. શોરીફુલ ઈસ્લામે ચોથી ઓવરમાં 10 રન આપ્યા હતા. ટીમે અહીંથી વેગ પકડ્યો અને ઓછામાં ઓછા 5 રનની ઓવર સતત બનાવી. પાકિસ્તાની ઓપનરોએ દરેક ઓવરમાં બાઉન્ડરી ફટકારી અને આક્રમક અભિગમ રાખ્યો. ટીમે 10 ઓવરમાં 52 રન બનાવ્યા હતા.