Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યમાં જૂન, જુલાઇ બાદ ઓગસ્ટમાં પણ વરસાદની અનિયમિતાના કારણે સ્થિતિ બગડી રહી છે. 19 ઓગસ્ટની સ્થિતિએ રાજ્યના 33 પૈકી 20 જિલ્લામાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જે પૈકી 13 જિલ્લામાં 20%થી વધુ વરસાદની અછતના કારણે અછતનું ઓરેન્જ એલર્ટમાં મુકાયા છે. રાજ્યમાં સૌથી વધુ 70.23% વરસાદની ઘટ સુરેન્દ્રનગર જિલ્લામાં છે. એટલું જ નહીં, દેશમાં સૌથી વધુ વરસાદની અછત ધરાવતા જિલ્લામાં સુરેન્દ્રનગર પાંચમા ક્રમે છે. બીજી બાજુ, 13 જિલ્લામાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 64.49% વરસાદ પડી ગયો છે. એક દિવસ વરસાદ ન વરસે તો 33 જિલ્લામાં દરરોજ 3 મીમીથી લઇ 15.6 મીમી સુધી વરસાદની ઘટ પડી રહી છે. એક દિવસ વરસાદ ન થાય તો રાજકોટમાં સૌથી ઓછો સરેરાશ 3 મીમી, જ્યારે ડાંગમાં સૌથી વધુ સરેરાશ 15.6 મીમી વરસાદની ઘટ પડે છે.