જૈન વિઝન ગ્રૂપ દ્રારા મહિલાઓ માટે કૂકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. બહેનોએ કંદમૂળના ઉપયોગ વગર કાઠિયાવાડીથી લઇને કોન્ટિનેટલ વાનગી બનાવી હતી. 21 એપ્રિલના રોજ મહાવીર જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક મિલનભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, બહેનોએ કંદમૂળ વિના સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. બટેટાની જગ્યાએ કાચા કેળા, પંજાબી ગ્રેવીમાં સીંગદાણા-કાજુનો ભૂકો આ ઉપરાંત ચીઝની જગ્યાએ મલાઈ તેમજ કોબીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. જજ તરીકે જાણીતા શેફ હિનાબેન ગૌતમે સેવા આપી હતી. વિજેતાઓને ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. આ તકે જૈન અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.