Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાયલની વિદ્યાર્થિની સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં 40 દિવસ કરતાં વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ આરોપી એવા ભાજપના નેતા પરેશ રાદડિયા નાટકીય ઢબે પોલીસના હાથમાં આવી ગયો હતો અને આટકોટ પોલીસે આઇયુસીએડબલ્યુ યુનિટ પાસેથી આરોપીનો કબજો લીધો હતો અને આવતીકાલે સવારે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.

આટકોટ શૈક્ષણિક સંકુલમાં બનેલી શર્મશાર કરતી ઘટનામાં વિદ્યાર્થિનીએ આટકોટના ટ્રસ્ટી અરજણ રામાણી, પાંચવડાના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી, વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ પ્રેમજીભાઇ રાદડિયા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે મધુ ટાઢાણીની પહેલાં જ ધરપકડ કરી લીધી છે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે પરેશ રાદડિયા કેમેય હાથમાં આવતો ન હતો.રાજકીય ઓથ ધરાવતા નેતાને પોલીસ છાવરી રહી હોવાના ઘટનાક્રમ વચ્ચે પરેશે ધરપકડથી બચવા પહેલાં રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી આથી પરેશ માટે હાજર થવું જરૂરી બની ગયું હતું.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ આગોતરા રદ થવાથી પરેશે સામેથી હાજર થવામાં જ શાણપણ સમજ્યું હતું અને આઇયુસીએડબલ્યુ યુનિટના પીઆઇ આર.એમ. રાઠોડ અને સ્ટાફ સામે હાજર થઇ ગયો હતો. પોલીસે તેની ધોરણસર અટકાયત કરી આટકોટ પોલીસને સોંપી દીધો છે અને આટકોટ પોલીસે તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે આવતીકાલે અદાલતમાં રજૂ કરશે. પરેશ રાદડિયા સામે આટકોટ પોલીસમાં આઇપીસીની કલમ 376 (1),376 (2) (એફ), 376 (ડી), 354 (એ), 504 અને 506 અનુસાર ગુનો નોંધાયો છે.