કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પ્રોગ્રામ નક્કી કરવામાં આવેલ અને તેમાં ઇન્ટિગ્રેટેડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધી પ્રોજેક્ટ રજૂ કરનાર 100 સ્માર્ટ સિટી પૈકી બેસ્ટ પ્રોજેક્ટ તૈયાર કરવા ચેલેન્જ રાઉન્ડ દ્વારા 18 શહેરોની પસંદગી કરવામાં આવી હતી તેમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ “RISE”ની CITIIS 2.0 (CITY INVESTMENT TO INNOVATE, INTEGRATE AND SUSTAIN 2.0) પસંદગી થયેલ હતી.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ફ્રેંચ ડેવલોપમેન્ટ એજન્સી, યુરોપિયન યુનિયન (EU), નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ અર્બન અફેર્સ સાથે ભાગીદારીમાં જોડાઈનેCITIIS 2.0 પ્રોગ્રામને મંજૂર કરવામાં આવેલ હતો. CITIIS 2.0 અંતર્ગત સરક્યુલર ઈકોનોમી પર ભાર મુકવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા CITIIS 2.0 માં નવો ચીલો પાડીને માથાદીઠ વસતીના બદલે સિટીની જરૂરિયાત, ગ્રોથ અને વિસ્તારના આધારે ગ્રાન્ટ આપવાનું નક્કી કરેલ છે. રાજકોટના નાગરિકો માટે CITIIS 2.0 એ એક અમૂલ્ય તક છે.