અનામતના મુદ્દે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું આંદોલન અને ત્યારબાદ 5 ઓગસ્ટે પૂર્વ પીએમ શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો હતો. દોઢ મહિના બાદ મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે બીએનપી સહિત વિપક્ષી પાર્ટીઓની ચૂંટણીની માગ વચ્ચે સેનાની સત્તામાં વધારો કર્યો છે. એક અહેવાલ મુજબ વચગાળાની સરકારે તાત્કાલિક અસરથી દેશભરની સેનાને વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટની સત્તા આપી દીધી છે.
બાંગ્લાદેશ સરકારની સૂચના અનુસાર આર્મી અધિકારીઓ આગામી 60 દિવસ સુધી સમગ્ર બાંગ્લાદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે કામ કરી શકશે. હવે 2 મહિના સુધી બાંગ્લાદેશમાં સેનાની સરકાર છે.
વચગાળાની સરકારના સલાહકારે કહ્યું કે મેજિસ્ટ્રેટની સત્તા મળ્યા બાદ સેના અધિકારી પાસે લોકોની ધરપકડ અને અટકાયત કરવાની સત્તા હશે. અધિકારી સ્વબચાવમાં અથવા જરૂર પડ્યે ગોળી પણ ચલાવી શકે છે.