Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દક્ષિણ ચીન સાગરમાંથી ઉદભવેલું સુપર વાવાઝોડું યાગી ચીનના દક્ષિણી તટ પર ત્રાટક્યું છે. ચીનના હેનાન પ્રાંતમાં વાવાઝોડું ત્રાટક્યું છે. જેના કારણે હેનાનના 4 લાખ લોકોને ઘર છોડવાની ફરજ પડી છે.


ચક્રવાત યાગી ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે હેનાનના વેનચાંગ શહેરમાં ત્રાટક્યું. સુપર સ્ટોર્મને કારણે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

યાગી આ વર્ષે વિશ્વનું બીજું સૌથી શક્તિશાળી તોફાન છે. જેના કારણે હૈનાનમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત રેલ અને બોટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પાર્ક બંધ કરી દેવામાં આવ્યા છે.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ તોફાન આવતા પહેલા જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 4,19,367 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ સપ્તાહની શરૂઆતમાં ફિલિપાઈન્સમાં યાગીના કારણે 16 લોકોના મોત થયા હતા. આ પછી તોફાને વધુ વેગ પકડ્યો. ટાયફૂન યાગી હેનાન અને ગુઆંગડોંગ પ્રાંતમાંથી થઈને બેઇબુ ગલ્ફ તરફ આગળ વધશે.