Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાની જ રિપબ્લિકન પાર્ટીમાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ યુગ હવે અંતની અણીએ પહોંચી ગયો છે. તાજેતરમાં યોજાયેલી મધ્યસત્રની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન, નિવેદનબાજી અને કોર્ટ કેસમાં ફસાયેલા હોવાને લીધે ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ પોતાની જ પાર્ટીમાં તળીયે પહોંચી ગયો છે. જોકે ટ્રમ્પે 2024ની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ગત મહિને જ પોતાની દાવેદારીની જાહેરાત કરી હતી.

રિપબ્લિકન પાર્ટીના સુપ્રીમો વિશે થયેલા એક સરવેમાં ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં હતાં. સફોફ યુનિવર્સિટી અને યુએસએ ટુડેના સરવેમાં રિપબ્લિકન પાર્ટીના 65% વોટરોએ ટ્રમ્પની તુલનાએ ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસને પહેલી પસંદ ગણાવ્યા છે. સીએનએનના એક સરવે મુજબ રિપબ્લિકન પાર્ટીના 62% વોટરોએ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ટ્રમ્પની જગ્યાએ કોઈ બીજા ચહેરાને ઉમેદવાર બનાવવાને સમર્થન આપ્યું છે. પોતાની જ પાર્ટીમાં લોકપ્રિયતા ઘટવાનો દોર ટ્રમ્પે પણ પહેલીવાર જોયો છે. રોન ડિસેન્ટિસ તેમની કન્ઝર્વેટિવ નીતિઓને કારણે રિપબ્લિકન વોટરો વચ્ચે સતત પકડ મજબૂત કરી રહ્યા છે. જેના લીધે 5 વર્ષ સુધી પાર્ટીમાં એકચક્રી શાસન કરનારા ટ્રમ્પનો ગ્રાફ હવે ગગડતો જઈ રહ્યો છે.

ડિસેન્ટિસની વોટબેન્ક બમણી થઈ
ફ્લોરિડાના ગવર્નર ડિસેન્ટિસની વોટબેન્ક મધ્યસત્રની ચૂંટણી બાદ પાર્ટીમાં બમણી થઈ છે. રિપબ્લિકન વોટરો કહે છે કે પાર્ટીના ઉમેદવારો યુવા અને ઊર્જાવાન હોવા જોઈએ. ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ટ્રમ્પે રણનીતિ બદલવી પડશે.