ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકાની એક કોર્ટે મંગળવારે ભારત સરકારને સમન્સ પાઠવ્યું છે. ભારતના NSA અજિત ડોભાલ, પૂર્વ RAW ચીફ સામંત ગોયલ, RAW એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નિખિલ ગુપ્તાનાં નામ પણ આ સમન્સમાં સામેલ છે.
અમેરિકન કોર્ટે આ સમન્સનો 21 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પન્નુએ તેની હત્યાના ષડયંત્રને લઈને અમેરિકાની જિલ્લા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નુ પર ન્યૂયોર્કમાં ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું.
સમન્સના જવાબમાં વિદેશ મંત્રાલયે ગુરુવારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે આ સમન્સ સંપૂર્ણપણે ખોટું છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું હતું કે જ્યારે આ મામલો અમારા ધ્યાન પર આવ્યો તો અમે કાર્યવાહી કરી. આ મામલે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.