IPL-2024માં ગુજરાત ટાઇટન્સે ચોથી જીત નોંધાવી છે. ટીમે વર્તમાન સિઝનની 36મી મેચમાં પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબની ટીમ સિઝનમાં સતત ચોથી મેચ હારી છે.
પંજાબે તેના હોમ ગ્રાઉન્ડ મુલ્લાનપુરમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 20 ઓવરમાં 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાતે 143 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. રાહુલ તેવટિયા 36 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
GTના કેપ્ટન શુભમન ગિલે 35 રન અને સાઈ સુદર્શને 31 રન બનાવ્યા હતા. પંજાબના હર્ષલ પટેલે ત્રણ અને લિયામ લિવિંગ્સ્ટનને બે વિકેટ મળી હતી. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 35 રન બનાવ્યા હતા. ગુજરાતના સાઈ કિશોરને 4 વિકેટ મળી હતી. મોહિત શર્મા અને નૂર અહેમદે પણ 2-2 વિકેટ લીધી હતી.